માનસ યોગ સેવા ટ્રસ્ટ, ગાંધીનગર — એ એવી અનોખી સંસ્થા છે જે છેલ્લા ઘણા સમયથી કોઈ પણ જાતની ફી લીધા વગર સેવા ભાવથી યોગના ક્લાસો ચલાવે છે. દરરોજ વહેલી સવારથી 5:30 થી 7:00 સુધી શહેરમાં અને આસપાસના ગામડાઓમાં લોકો માટે યોગ વર્ગો યોજાય છે. અનેક લોકો આ યોગની રેક્ગ્યુલર પ્રેક્ટિસથી પોતાની શારીરિક અને માનસિક તકલીફોમાંથી રાહત મેળવી રહ્યા છે.
માત્ર યોગ સુધી સીમિત નહિ, ટ્રસ્ટ આયુર્વેદ, પ્રાકૃતિક ઉપચાર, એક્યુપ્રેસર, અને ધ્યાન જેવી અનેક પરંપરાગત ભારતીય સારવાર પદ્ધતિઓનો પણ ઉપયોગ કરે છે. આ ઉપાયો કોઈ રાસાયણિક દવાઓ વિના, શરીરનાં મૌલિક તત્વોને સમતોલ કરી ને દર્દોનો ઉપચાર કરે છે ,જેમ કે હાઈ બીપી, ડાયજેશનની સમસ્યાઓ, ટેન્શન, અને હૃદય સંબંધિત રોગો. એ પણ બિનસાઈડ ઇફેક્ટ વાળા અને કુદરતી રીતથી!
માનસ યોગ સેવા ટ્રસ્ટ
આરંભ: 2017
ઉદ્દેશ્ય
"લક્ષ્ય આરોગ્યમ્"
વિસીઓન
જીવનને સ્વસ્થ, આનંદમય અને નિડર બનાવવા માટે એક પ્રેરક દૃષ્ટિકોણ પ્રદાન કરવો।
મિશન
દરેક ગૃહસ્થ સુધી યોગ, આયુર્વેદ, કુદરતી ઉપچار, એક્યુપ્રેશર, સ્વદેશી ચિકિત્સા, વૈદિક જીવનશૈલી, ગૌ-પાલન, યજ્ઞ ચિકિત્સા, કુદરતી ખેતી, મહિલાઓ અને બાળકો માટે આત્મરક્ષા તાલીમ, તથા પ્રાચીન ખેલ પ્રણાળીઓને પહોંચાડી એક નવા યુગની રચના કરવી।
પ્રવૃત્તિઓ અને પ્રભાવ
યોગ શિબિર
>0
ગાંધીનગર જિલ્લામાં 3-7 દિવસના 50 કરતા વધુ નિઃશુલ્ક યોગ શિબિરો આયોજિત કરવામાં આવ્યા. 2800 કરતા વધુ લોકોને શિબિરોમાંથી લાભ થયો.
નિદાન શિબિર
>0
વિવિધ સ્થળો પર નિઃશુલ્ક એક દિવસનું યોગ, આયુર્વેદ, એક્યુપ્રેશર અને ઘરેલું ઉપચાર નિદાન શિબિરો આયોજિત કરવામાં આવ્યા. 800 કરતા વધુ લોકોને શિબિરોમાંથી લાભ થયો.
યોગ કક્ષાઓ
>0
ગાંધીનગર જિલ્લાના વિવિધ સ્થળો પર 20 કરતા વધુ નિઃશુલ્ક દૈનિક યોગ કક્ષાઓ.
વૈદિક હવન
>0
ગાંધીનગર જિલ્લામાં 20 કરતા વધુ નિઃશુલ્ક વૈદિક હવન.
યોગ શિક્ષક પ્રશિક્ષણ
>0
6 કરતા વધુ પ્રશિક્ષણ શિબિરો આયોજિત કરીને 300 કરતા વધુ સહ-યોગ શિક્ષકોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા.
કિસાન પ્રશિક્ષણ
>0
વિવિધ સ્થળો પર કિસાનો માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું નિઃશુલ્ક પ્રશિક્ષણ આયોજિત કરવામાં આવ્યું.
શાળા અને કોલેજો
>0
વિવિધ શાળાઓ અને કોલેજોમાં 6 કરતા વધુ જાગૃતિ સેમિનારો આયોજિત કરવામાં આવ્યા, અને 6 શૈક્ષણિક સંસ્થાઓ સાથે સમજૂતી કરાર (MoU) થયા.
ડૉ. કાંજીભાઈ છેલ્લા પંદર વર્ષથી યોગ અને પ્રાકૃતિક ઉપચારની મીઠી શક્તિ દ્વારા લોકોના આરોગ્ય અને જીવનશૈલી સુધારવા માટે સતત કાર્યરત છે. તેમણે યોગ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા મેળવ્યો છે અને આયુર્વેદ તથા ગેસ્ટ્રોપથીના પ્રમાણિત નિષ્ણાત છે. તે ઉપરાંત, તેઓ રેકીના ગ્રાન્ડ માસ્ટર પણ છે, જે તેમના ઉપચારક્ષમતા અને દર્દીઓ સાથેના સંવાદને વધુ અસરકારક બનાવે છે.
શ્રી જિગ્નેશ ભાઈ પટેલ તેઓ નિર્માણ વ્યાવસાયમાં સંલગ્ન છે અને સૈમવેદ ગ્રીન્સ, સૈમવેદ વેલી અને અર્બાનિયા ના માલિક છે. તેઓ કુડાસનમાં રહે છે અને છેલ્લા 3 વર્ષોથી યોગ અને સેવા પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સામેલ છે.
શ્રી પ્રકાશ ભાઈ બંજારા તેઓ રેત પરિવહન વ્યવસાયમાં સંલગ્ન છે અને સેક્ટર 5, ગાંધીનગરમાં રહે છે. પાછલા 8 વર્ષોથી, તેઓ યોગ સાથે જોડાયેલા છે, સક્રિય રીતે સમુદાયની સેવા કરી રહ્યા છે અને નિયમિત રીતે મફત યોગ વર્ગો ચલાવી રહ્યા છે.
શ્રી શૈલેષ ભાઈ પ્રજાપતિ તેઓ નિર્માણ વ્યવસાયમાં સંલગ્ન છે અને રુદ્ર ઇન્ફિનિટીના માલિક છે. તેમનો નિવાસ ગાંધીનગરના સેક્ટર 30માં છે. તેઓ છેલ્લા 7 વર્ષોથી યોગ પરિવાર સાથે જોડાયેલા છે અને સક્રિય રીતે સમુદાયની સેવા કરી રહ્યા છે.
ડૉ. નેહલ દેસાઈ તેઓ મેકેનિકલ એન્જિનિયરિંગમાં ડોક્ટરેટની ડિગ્રી ધરાવે છે અને તેમનો નિવાસ સારગાસન પ્રાર્થના ગ્રીન્સમાં છે. તેમણે લગભગ 13 વર્ષો સુધી એક ખાનગી સંસ્થામાં પ્રોફેસર તરીકે સેવા આપી અને હાલ તેઓ સરકારી આઈટીઆઈ ક્ષેત્રમાં સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે કાર્યરત છે. છેલ્લા 4 વર્ષોથી તે યોગ સાથે જોડાયેલી છે, સમુદાયની સક્રિય રીતે સેવા કરી રહી છે અને નિયમિત રીતે મફત યોગ વર્ગો ચલાવી રહી છે.
શ્રી શ્રી જીતેન્દ્રભાઈ મહેતા તેમનો નિવાસ બાવલ, ગાંધીનગરમાં છે. તેઓ એક નિવૃત્ત સરકારી કર્મચારી છે. પાછલા 8 વર્ષોથી, તેઓ યોગ સાથે જોડાયેલા છે, સક્રિય રીતે સમુદાયની સેવા કરી રહ્યા છે અને નિયમિત રીતે મફત યોગ વર્ગો ચલાવી રહ્યા છે.
શ્રી વાદમીન ભાઈ પંડ્યા
તેમનો નિવાસ ગાંધીનગરના સેક્ટર-5 વિસ્તારમાં છે. તેઓ હાલ મુખ્યમંત્રી કચેરીમાં રાજપત્રિત અધિકારી તરીકે ફરજ બજાવે છે. છેલ્લા ચાર વર્ષથી તેઓ યોગ સાથે જોડાયેલા છે અને યોગ દ્વારા લોકસેવામાં જોડાઈ, સતત સમુદાયની ભલાઈ માટે કાર્યરત છે.
માનસ યોગ સેવા ટ્રસ્ટની પ્રવૃત્તિઓ
જાગૃકતા વધારવા અને યોગ પ્રચારકોને તાલીમ આપવાની માટે યોગ શિબિરોનું આયોજન કરવું.
આયુર્વેદ, પ્રાકૃતિક ચિકિત્સા, એક્યૂપ્રેસર થેરાપી અને ઋગ્વેદ યજ્ઞ/હવન દ્વારા ઉપચાર પ્રદાન કરવો.
પરંપરાગત ઋગ્વેદીય પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમામ રોગ નિદાન અને ઉપચાર શિબિરોનું આયોજન કરવું.
જૈવિક ખેતી વિશે જાગૃકતા વધારવી અને તાલીમ શિબિરોનું આયોજન કરવું.
ગાયના પાલન, ઉત્પાદન અને ગાય આધારિત ઉત્પાદનોની વેચાણને પ્રોત્સાહન આપવું. ઋગ્વેદીય ગુરુકુલોની સ્થાપના અને સંચાલન કરવું.
મહિલાઓ અને બાળકોને આત્મરક્ષા તાલીમ પ્રદાન કરવી.
યુવાનોને કુશ્તિ, તલવારબાજી, છડીબાજી, ભાલા ફેંકવા, ઘુડસવારી અને તરવાઈ જેવા પ્રાચીન રમત-ગમત શિખવાડવી.
Widows અને નિરાશ્રિત મહિલાઓ માટે આજીવિકા માટે તક ઉપલબ્ધ કરાવવી.