Manas Yoga Seva Trust

આયુર્વેદિક ઉપચાર

આયુર્વેદ: જીવનનું વિજ્ઞાન

આયુર્વેદ ભારતની પ્રાચીન અને વૈજ્ઞાનિક સારવાર પદ્ધતિ છે, જેનો અર્થ છે “જીવનનું વિજ્ઞાન”. આયુર્વેદ માત્ર રોગોની સારવાર નહીં, પણ આરોગ્યમય જીવન જીવવાનો માર્ગ બતાવે છે. તેનો આધાર ત્રિદોષ – વાત, પિત્ત અને કફ પર છે, જે શરીરનું સંતુલન નિર્ધારિત કરે છે.

દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે, તેથી આયુર્વેદમાં વ્યક્તિગત આહાર, દિનચર્યાનો ઉપદેશ આપવામાં આવે છે. આ પદ્ધતિમાં ઔષધિય વનસ્પતિઓ, યોગ, પ્રાણાયામ, પંચકર્મ, અને નિયમિત જીવનશૈલીને મહત્વ આપવામાં આવે છે. તુલસી, અશ્વગંધા, હળદર જેવી વનસ્પતિઓ આરોગ્ય માટે ખૂબ ઉપયોગી છે.

આધુનિક જીવનશૈલીના કારણે ઉદ્ભવતા રોગો માટે આયુર્વેદ સહજ અને કુદરતી ઉપાય આપે છે. આયુર્વેદ સુખી, નિરોગી અને સંતુલિત જીવન જીવવાનો શ્રેષ્ઠ માર્ગ છે.