યોગ
યોગ સાધનાની શ્રેષ્ઠ પદ્ધતિ
યોગ સાધનાનું મુખ્ય લક્ષ્ય શરીર, મન અને આત્માની સમતુલા સ્થાપવી છે. શ્રેષ્ઠ યોગ પદ્ધતિ નિયમિત અને શાંતિપૂર્ણ રીતે કરવી જોઈએ.
1. તૈયારી:
– બ્રહ્મમુહૂર્તેમાં ઉઠી સ્નાન કરીને શાંત સ્થળે બેસો. ખાલી પેટે સાધના કરવી.
2. આસન :
– સુખાસન, પદ્માસન કે વજ્રાસનમાં બેસવું. શરીર સ્થિર અને કરોડરજ્જુ સીધી રાખવી.
3. પ્રાણાયામ:
– અનુલોમ વિલોમ, કપાલભાતિ, ભસ્ત્રિકા જેવી વિધિઓ મનને શાંત કરે છે અને ઊર્જા આપે છે.
4. ધ્યાન:
– આંખો બંધ કરીને ‘ઓમ’ નું ઉચ્ચારણ કરવું. શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું.
5. મંત્રજાપ કે કીર્તન:
– ગુરુ દ્વારા મળેલ મંત્રનો જાપ કરવો અથવા ભગવાન નામનું સ્મરણ કરવું.
6. સમાપન:
– શાંતિ મંત્રથી સાધનાનું સમાપન કરવું:
ઓમ શાંતિ: શાંતિ: શાંતિ:।”
નિયમિત અભ્યાસથી જ ફળ મળે છે.
- યોગ આસન:
- યોગ આસનોના લાભ શારીરિક, માનસિક અને આત્મિક રૂપે બહુ લાભદાયક છે. નિયમિત યોગાભ્યાસ શરીરને લચીલું બનાવે છે, શક્તિ અને સંતુલન વધે છે. યોગ આસનો જેમ કે તાડાસન, ભુજંગાસન અને શવાસન તનાવ ઘટાડે છે અને મનને શાંત કરે છે.
- યોગ પાચનતંત્રને સુધારે છે અને રક્તસંચારને સુધારવામાં મદદ કરે છે. વધારે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્થૂલતા અને હ્રદયરોગ જેવી બીમારીઓમાં યોગ લાભ આપે છે. યોગ માનસિક આરોગ્ય માટે પણ લાભદાયક છે — તે ચિંતા, ઉદાસીનતા અને નિદ્રાની સમસ્યાઓમાં રાહત આપે છે.
- પ્રાણાયામ અને ધ્યાન દ્વારા યોગ વ્યક્તિને આત્મજ્ઞાન તરફ લઈ જાય છે, જેથી જીવન વધુ શિસ્તબદ્ધ અને સંતુલિત બને છે. યોગ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને વૃદ્ધાવસ્થાની પ્રક્રિયાને ધીમી કરે છે.
- નિયમિત યોગાભ્યાસ શરીર અને મન વચ્ચે સમતુલન લાવે છે, અને જીવનમાં શાંતિ, તંદુરસ્તી અને સકારાત્મકતા જાળવી રાખે છે.
પ્રાણાયામના લાભ :
- પ્રાણાયામ યોગની એક અગત્યની ક્રિયા છે, જે શ્વાસ ઉપર નિયંત્રણ દ્વારા શરીર, મન અને આત્માને સંતુલિત કરે છે. નિયમિત પ્રાણાયામથી શરીરમાં ઓક્સિજનનું સ્તર વધે છે, જેના પરિણામે ઉર્જા, ધૈર્ય અને માનસિક સ્પષ્ટતા સુધરે છે.
- અનુલોમ વિલોમ, ભ્રામરી, કપાલભાતિ જેવા પ્રાણાયામથી ફેફસાની ક્ષમતા વધી શકે છે અને રક્તપ્રવાહ સુધરે છે. હૃદયરોગ, ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
- પ્રાણાયામ મનને શાંત કરે છે, તણાવ અને ચિંતા ઘટાડે છે અને સૂવાની ગુણવત્તા વધારવામાં મદદરૂપ થાય છે. તે સ્મરણ શક્તિ, એકાગ્રતા અને હકારાત્મક વિચારધારા વધારવામાં સહાયક છે.
- આધ્યાત્મિક રીતે પણ પ્રાણાયામ આત્મસંયમ અને આંતરિક શાંતિ તરફ લઈ જાય છે. આમ, પ્રાણાયામ એક સરળ અને અસરકારક માર્ગ છે જે સમગ્ર જીવનને સુખદ બનાવી શકે છે.
- માનસ યોગ સેવા ટ્રસ્ટ, ગાંધીનગર દ્વારા યોગ, પ્રાણાયામ,આસન થકી મળતા આ તમામ લાભોને ગાંધીનગર જિલ્લાના પ્રત્યેક જન જન સુધી પહોંચાડવા માટે દરેક તાલુકા તથા ગામડે ગામડે યોગ શિબિરનું અદભુત આયોજન થઈ રહ્યું છે.
સંસ્થા દ્વારા આયોજિત યોગ શિબિર ની યાદી
- ૨૦૨૫
- ૨૦૨૪
- ૨૦૨૩
- ૨૦૨૨
- ૨૦૨૧
- ૨૦૨૦
- ૨૦૧૯
- ૨૦૧૮
- ૨૦૧૭